IND vs AUS: સેમિફાઈનલ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમમાં 21 વર્ષના ખેલાડીની એન્ટ્રી, ભારત સામે મજબૂત સ્ટ્રેટેજી

ગુજરાત ના લોકોનો અવાજ
0

 ICC Champions Trophy IND Vs AUS: 2025 ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલ મેચ માટે દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો યોજાશે, જ્યારે 5 માર્ચે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ રમાશે.


ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટો ફેરફાર

સેમિફાઈનલ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમમાં અચાનક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટ ઈજાના કારણે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. તેની જગ્યા પર કૂપર કોનોલી ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરાયેલા કૂપર હવે મુખ્ય ટીમમાં સ્થાન મેળવશે.
કૂપર કોનોલી: ઓસ્ટ્રેલિયાનો 21 વર્ષનો યુવા ખેલાડી

કૂપર કોનોલી એ ઓસ્ટ્રેલિયાનો યુવા ક્રિકેટર છે, જે 2024 ની સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બ્રિસ્ટલમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. તે ઓસ્ટ્રેલિયાના 1 ટેસ્ટ, 3 ODI અને 2 T20 માં રમી ચૂક્યો છે.

  • ટેસ્ટમાં: 4 રન
  • ODIમાં: 10 રન
  • T20માં: હજી સુધી બેટિંગ કરવાનો મોકો નથી
  • બોલિંગ: સ્પિનર હોવા છતાં હજી સુધી કોઈ વિકેટ મેળવી શક્યો નથી.
Credit by: ICC international cricket council 

મેથ્યુ શોર્ટની ઈજા ઓસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો

મેથ્યુ શોર્ટને અફઘાનિસ્તાન સામેની ગ્રૂપ સ્ટેજ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે ઈજા પહોંચી હતી. 15 બોલમાં 20 રન બનાવ્યા બાદ, અઝમતુલ્લાહ ઉમરજઈના બોલ પર આઉટ થયો હતો. ઈજાને કારણે તે હવે રેસ્ટ પર રહેશે.


  1. ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ ટીમ (અપડેટેડ)
  2. સ્ટીવ સ્મિથ (કૅપ્ટન)
  3. સિન એબોટ
  4. એલેક્સ કેરી (વિકેટકીપર)
  5. બેન ડ્વારશૂઈસ
  6. નાથન એલિસ
  7. જેક ફ્રેઝર-મેકગર્ક
  8. એરોન હાર્ડી
  9. ટ્રેવિસ હેડ
  10. જોશ ઈંગ્લિસ (વિકેટકીપર)
  11. સ્પેન્સર જ્હોનસન
  12. માર્નસ લાબુશેન
  13. ગ્લેન મેક્સવેલ
  14. તનવીર સંઘા
  15. કૂપર કોનોલી
  16. એડમ જામ્પા

ભારતીય ટીમમાં પણ ફેરફાર શક્ય

ટીમ ઈન્ડિયામાં પણ ફેરફાર જોવા મળી શકે છે. કેએલ રાહુલ ના નબળા પ્રદર્શનને કારણે ટીમ મેનેજમેન્ટ તેમને આરામ આપી શકે છે. તેમના સ્થાને ઋષભ પંત ને પ્લેઈંગ ઇલેવનમાં તક આપવામાં આવી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)